એમ. એન્ડ પી. હાઇસ્કુલ
દાહોદ
M & P High School | Schoolhistory

શાળાનો ઈતિહાસ ભાગ-૧

વિશાળ જગત એ ઈશ્વરની આપણને આપેલ એક અણમોલ ભેટ છે એનું જતન અને સંવર્ધન કરવું એ આપણા સૌની જવાબદારી જ નહી પણ ફરજ બની જાય છે આવા વિશાળ જગતના ઉત્તરગોળાર્ધમાં એશિયાખંડ અને એના દક્ષિણભાગમાં ૮ થી ૩૭ ઉત્તર અક્ષાંશવૃત અને ૬૮ અને ૯૭ પુર્વ રેખાંશવૃતની વચ્ચે આપણો રળિયામણો, સુંદર એવો ભારત દેશ આવેલો છે આપણો દેશ વિશ્વની કુલ ભૂમિના ૨.૪૨ ટકા ભાગમાં વિસ્તાર પામેલો છે જેમાં આવેલા ૨૯ રાજ્યોમાનું એક એવું ગુજરાત રાજય અને એમાંય ડુંગરાળ વિસ્તાર, દુર્ગમ પહાડી પ્રદેશ અને ભાતિગળ છાપ સંસ્કૃતિ ધરાવતું વનરાઈની વચ્ચે શોભતું અતિભવ્ય અને હાલના શિક્ષણધામ તરીકે ખ્યાતનામ બનેલ ‘દાહોદ’ નગરથી ભલા એવું કોણ અજાણ હોઈ શકે ? આ નગરમાંથી શિક્ષણ મેળવેલા કેટલાય તેજસ્વી તારલાઓએ રાજય અને દેશના વિકાસમાં અનન્ય ફાળો આપ્યાના દાખલાઓ મોજૂદ છે પણ પ્રશ્ન એ થાય કે આવું કપરૂ અને મુશ્કેલ કામ શકય બન્યું શી રીતે ? આનો ઈતિહાસ લાંબો અને વિશાળ છે.

મિત્રો ! કુદરતની ગતિ ન્યારી છે. અને એમાંય કારી તો તેની એની જ ચાલે. આપણે તો કારણ માત્ર જ  છીએ સમગ્ર ગુજરાત રાજયમાં શિક્ષણ ક્ષેત્રની વાત આવે તો આપણા દાહોદ નગરનું નામ માનભેર ચર્ચાતું જોવા મળે છે આ નામના અમસ્તી જ મળી નથી ઘણા ખાનગી સાહસોના અથાગ પરિશ્રમ અને પોતાની તમામ તન-મન અને ધનની સંપત્તિ હોડમાં મુકી ત્યારે જઈને મળી છે આ ‘કીર્તિ’ ગુજરાતીમાં કેહવાયુ છે કે ‘કઠોર પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી’ પરીણામ આપણી સામે તાદ્રશ છે દાહોદ નગરમાં અન્ય શિક્ષણ સોસાયટીઓની જેમ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ઈ.સ.૧૯૦૧ માં ‘મદ્રેસા મોહંમદિયાહ એન્ડ પંજતનિયાહ એજયુકેશન સોસાયટી’ ની સ્થાપના કરવામાં આવી સોસાયટીના આદ્ય સ્થાપકો સ્થાપના દિનથી લગન પૂર્વક તેના વિકાસની દિશામાં સતત પ્રવૃત હતા શરૂઆત ઘણી જ સંઘર્ષવાળી હતી પણ આતો ‘ધૂન’  લાગી હતી એ છૂટે થોડી ! આ સમયમાં એટલે કે સને ૧૯૦૫ માં પહેલા ધોરણની સંખ્યા માત્ર ત્રીસ બાળકોની જ હતી જે અન્ય શિક્ષણ સંસ્થાઓની સરખામણીમાં વામણી હતી પણ ઉચા ધ્યેય અને વિશાળ ભાવના અને ઈશ્વરમાં અતૂટ શ્રધ્ધા ધરાવનાર ને ખૂદ ઈશ્વર જ મદદરૂપ બનતો હોય છે પ્રશ્ન એ હતો કે આ નાનકડી ફુલવાડીને મહેંકતી અને વિશાળતામાં ફેરવવી શી રીતે ? આ એક વિચાર માગી લે એવો કોયડો હતો પણ એ વખતના કોઠાસૂઝવાળા સોસાયટીના સભ્યોએ આ કોયડાનો પણ સરળતાથી સામનો કરી મારી હટાવ્યો. કર્તવ્ય નિષ્ઠા અને શ્રધ્ધાના મૂળ મંત્રને વરેલી આ નવી અને તદ્દન બિનઅનુભવી સંસ્થાએ ધીમી છતા મક્કમ અને અડગ શરૂઆત કરી દસ વર્ષના ટૂંકા ગાળામાં ૧૯૧૧ માં સોસાયટી એ આ નાની ફુલવાડીને એક વિશાળકાય ઉદ્યાનગૃહમાં ફેરવી નાખી અન્ય શિક્ષણ સંસ્થાઓ આ પા-પા પગલી માંડતી નવી વિકાસ પામતી શિક્ષણ સંસ્થાની જાણ થતા નવાઈ સાથે હેરત પામી ગઈ. ખાસ તો એની ટૂંકસમયની પ્રગતિથી શ્રધ્ધા અને શિક્ષણજીવોના સહકારથી સાતમાં ધોરણ સુધીની સંસ્થા આકાર પામી પણ આટલાથી ન સંતોષયેલા તેમજ સમાજના વિકાસ અને ઉત્કર્ષમાં સતત અગ્રેસર અને બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી એવા અનુભવી અને હિતેરછું સભ્યોએ વિરામ અને આરામ લીધા વગર સંસ્થાના વિકાસમાં મન પરોવ્યુ આ સમયમાં સંસ્થા નિભાવનો તમામ ખર્ચ સોસાયટી જ ભોગવતી ગુજરાતીમાં કહેવાયું છે -

“ભોળાના ભગવાન” આમ જ નસીબના સથવારે ૧૯૨૮-૨૯ માં રાજય સરકારે શાળાને “ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલ” તરીકે માન્યતા આપી જે અમારા બધા માટે શુકનવંતી અને પ્રગતિ સાહસની સૂચક બની સમય સરી રહ્યો હતો અને આમ કરતા ઈ.સ. ૧૯૪૯ માં તો સંસ્થાની કાયા જ બદલાઈ ગઈ હવે અમારી સંસ્થા અન્ય શિક્ષણ સંસ્થાઓની બરાબરી કરી શકે એવી અને વિશાળતા ધારણ કરવા લાગી હતી “પુર્ણ વિરામ” શબ્દને અમે બધાએ અમારા શબ્દકોશમાંથી ભૂંસી નાખ્યો અને સંસ્થાના વિકાસની ખેવનાને જીવંત રાખી આ સમયમાં “ગ્રાન્ટ ઈન એકટ” વાળી સંસ્થાઓ એક વહીવટી નેજા હેઠળ મૂકવામાં આવી સોસાયટીની રજીસ્ટ્રેશન એકટ અનુસાર એની નોંધણી કરવામાં આવી અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ ૧૯૫0 હેઠળ નોંધણી થઈ સોસાયટી સદસ્યોના અથાગ પરિશ્રમ અને કોઠાસૂઝના પરિણામે ટૂંકાગાળામાં જ બીજી  ચાર ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાઓ આ સોસાયટીના વહીવટ અને નેજા હેઠળ શરૂ થઈ જેણે સોસાયટીની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા પણ આતો શરૂઆત માત્ર હતી સોસાયટીનો માત્ર સૂર્યોદય જ હતો “ડગલું ભર્યુ પાછા ન હટવું તે ન જ હટવું”.

સમયનું ચક્ર નિયમાનુસાર ફરી રહયું હતુ સોસાયટીના બધા સભ્યોના હૃદયમાં એક તોફાન શરૂ થયુ હતુ જે ઉદય થયેલા સુર્યને પુર્ણ પ્રકાશીત કરવાની તરફેણમાં હતુ જે એ વખતના પ્રથમ જનરલ સેક્રેટરી શ્રી હકીમુદ્દીન મુ.અબ્દુલહુસેન બાજીની કૂનેહ શકિત પારખી ગઈ પણ શરૂઆત થઈ શકતી નહતી ત્યા તો ૧૯૬૩ ની સાલ શરૂ થઈ જે અમારા માટે

ઉભા થયેલા તોફાનનો કાયમી અંત લાવનાર સાબિત થઈ સોસાયટીએ આ વર્ષમાં “એમ.એન્ડ.પી. હાઈસ્કૂલ- દાહોદ” નામથી માધ્યમિક શિક્ષણ આપતી સંસ્થાની શરૂઆત કરવામાં આવી પણ કહેવાયું છે કે - “શરૂઆત કરવી સરળ છે પણ એને વિશાળતામાં ફેરવવી કઠિન છે”.

કરમની કઠણાઈની કસોટીની પણ આ જ શરૂઆત હતી સંસ્થાની શરૂઆત તો થઈ પણ એના માટે એક વિશાળ અને ભૌતિક સગવડોથી સજજ અલાયદા ભવનની વ્યવસ્થા ન થતા પ્રાથમિક શાળાના ઓરડાઓમાં જ પાળી પધ્ધતિથી ૧૯૬૩ ના જૂન માસમાં ધો.૮ ના બે વર્ગથી સંસ્થાની શરૂઆત કરવામાં આવી જેમા કુલ ૭૬ વિદ્યાઉપાસકો હતો સમય વહેતો ગયો ખબર પણ ન પડી અને આમ કરતા કરતા સંસ્થાના બીજા જનરલ સેક્રેટરી તરીકે શ્રી સૈફદ્દીન તૈયબઅલી ગોળવાલાની વરણી કરવામાં આવી જે ખૂબ જ ઉત્સાહી અને સેવાનિષ્ઠા હતા તેમના વડપણ હેઠળ સોસાયટી પ્રગતિના સોપાનો ધીમે ધીમે સર કરી રહી હતી સમયના વહેણની સાથે સોસાયટીનુ આ વૃક્ષ વિકાસ પામતું ગયું અને ૧૯૭૧ માં એક મોટું વટવૃક્ષ બની ગયેલ સંસ્થા ધોરણ ૧૧ સુધીનું શિક્ષણ આપતી સંસ્થા બની ગઈ જેમાં કુલ ૪૫૦ વિદ્યાઉપાસકો વિદ્યાસભ્યાસ કરી રહ્યા હતા. .વધુ વાંચો...   
     
મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | પત્રકો | અમારો સંપર્ક |

© www.mnpdahod.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.