એમ. એન્ડ પી. હાઇસ્કુલ
દાહોદ
M & P High School | Rulesregulations

નિતિ નિયમો

શાળાનો સમય

સોમવાર થી શુક્રવાર:-   ૧૧ :૦૦ થી ૫ :૦૦
શનિવાર સવારના:-       ૭ :૦૦ થી ૧૨ :૫૦ (અપેક્ષિત)

શાળામાં પ્રવેશ મેળવવા કે છોડવા અંગેઃ-

૧. (અ) આ શાળા સાર્વજનિક હોય, કોઈપણ ધર્મ કે કોમનો વિદ્યાર્થી આ શાળામાં પ્રવેશ મેળવી શકે છે.
(બ) શાળામાં વિદ્યાર્થીને દાખલ કરવા પિતા વાલીએ શાળાનું છાપેલું પ્રવેશ પત્ર મેળવીને ભરી તેની સાથે જે શાળામાં છેલ્લે અભ્યાસ કર્યો હોય તે શાળાનું અસલ શાળા છોડયાનું પ્રમાણપત્ર (લીવીંગ સર્ટીફીકેટ) તથા પરિણામની પ્રમાણિત કરેલી બે ઝેરોક્ષ કોપી રજુ કરવી જરૂરી છે.

૨. (અ) જો કોઈ વિદ્યાર્થી શાળા છોડવાઈચ્છતો હોય તો તેના પિતા / વાલીએ નિયત ફોર્મમાં અરજી કરવી પડશે પિતા / વાલીની લેખીત અરજી સિવાય શાળા છોડયાનું પ્રમાણપત્ર (લીવીંગ સર્ટીફીકેટ) આપવામાં આવશે નહી. અરજી આપ્યા તારીખથી દિન - ૩ પછી જ લીવીંગ સર્ટીફીકેટ આપવામાં આવશે
(બ) શાળા છોડયાનું પ્રમાણપત્ર ફકત અભ્યાસ કરનાર વિદ્યાર્થી કે તેના પિતાને જ આપવામાં આવશે. અન્ય બાબતમાં ઓળખાણનો આધાર આપવાનો રહેશે. (રેશન કાર્ડ, ઈલેકશન કાર્ડની ઝેરોક્ષ)

૩. (અ) વિદ્યાર્થી શાળા માંથી અભ્યાસ કરતાં ઉઠી જાય તો / અભ્યાસ છોડી દે / કે અન્ય શાળામાં જાય તેવા સંજોગોમાં વાલીએ શાળાએ આવી વહેલી તકે અરજી આપવાની રહેશે. અન્યથા લાગુ પડતી તમામ ફી ભરવાની રહેશે.
(બ) શાળા સાથેનું તમામ લેણું ચુકતે થયા બાદ જ શાળા છોડયાનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

૪. (અ) શાળામાં ધોરણવાર પ્રવેશ ફી તથા ટર્મ ફી નીચે મુજબ છે.

ધોરણ ૧૦ ૧૧(સા.પ્ર) ૧૨(સા.પ્ર)
પ્રવેશ ફી (નવા વિદ્યાર્થીઓ) ૨૫=૦૦ ૨૫=૦૦ ૨૫=૦૦ ૫૦=૦૦ ૫૦=૦૦
ટર્મ ફી ૨૫=૦૦ ૨૫=૦૦ ૨૫=૦૦ ૫૦=૦૦ ૫૦=૦૦
કોમ્પ્યુટર ફી ૨૫૦=૦૦ ૨૫૦=૦૦ ૩૫૦=૦૦    
વાર્ષિક ફી          
ક્રાફટ ફી (સત્રદીઠ)       ૫૦=૦૦ ૫૦=૦૦
ટયુશન ફી (સત્રદીઠ)       ૧૫૦=૦૦ ૧૫૦=૦૦
એનરોલમેન્ટ ફી ૧૫=૦૦     ૨૦=૦૦  
પરીક્ષા ફી (સત્રદીઠ)       ૧૦=૦૦ ૧૦=૦૦

(બ) ધોરણ ૮ થી ૧૦ માં નાપાસ થનાર વિદ્યાર્થી પાસેથી પ્રવેશ ફી જેટલી શિક્ષણ ફી દર મહિને લેવામાં આવશે. ધોરણ ૧૧માં નાપાસ થનાર વિદ્યાર્થી પાસેથી શિક્ષણ ફી ટર્મ દીઠ રૂ।. ૧૫૦=૦૦ લેવામાં આવશે.
(ક) ધોરણ ૧૧, ૧૨ માં કન્યાઓ પાસેથી શિક્ષણ ફી લેવામાં આવશે નહી.   
     
મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | પત્રકો | અમારો સંપર્ક |

© www.mnpdahod.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.