એમ. એન્ડ પી. હાઇસ્કુલ
દાહોદ
M & P High School | Prayers

શાળાની પ્રાર્થના

સોમવાર

ઓ કરુણાનાકરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ સંકટના હરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ કરુણાના.......
મેં પાપ કર્યા છે એવા હું ભુલ્યો તારી સેવા
મારી ભુલોના ભુલનારા,તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ કરુણાના.....
મને જડતો નથી કિનારો,મારો કયાંથી આવે આરો
મારા સાચા સેવન હારા, તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ કરુણાના......
હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી
અવળી-સવળી કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી
ઓ કરુણાના.......

મંગળવાર

એક જ દે ચિનગારી મહાનલ !
એક જ દે ચિનગારી
ચકમક લોઢું ઘસતાં ઘસતાં
ખરચી જિંદગી સારી....મહાનલ
જામગરીમાં તણખો ન પડયો
ન ફળી મહેનત ભારી.....મહાનલ
ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો
સળગી આભ અટારી......મહાનલ
ના સળગી એક સગડી મારી
વાત વિપતની ભારી........મહાનલ
ઠંડીમાં મુજ કાયા થથરે
ખૂટી ધિરજ મારી.........મહાનલ
વિશ્ર્વાનલ હું અધિક ન માંગુ
માંગુ એક ચિનગારી........મહાનલ

બુધવાર

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું;
મુ જ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકલ વિશ્ર્વનું
એવી ભાવના નિત્ય રહે.
ગુણથી ભરેલા ગુણીજન દેખી,હૈયું મારૂં નૃત્ય કરે,
એ સંતોના ચરણ કમલમાં મુજ જીવનનું અર્ધ્ય રહે
મૈત્રી ભાવનું........
દીન ક્રુરને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે
મૈત્રી ભાવનું.........
માર્ગ ભુલેલા જીવન પથિકને,માર્ગ ચીંધવા ઉભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરૂં
મૈત્રી ભાવનું.........
માનવતાની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે,
વેરઝેર પાપ ત્યજીને, મંગલ ગીતો રેલાવે
મૈત્રી ભાવનું.........

ગુરૂવાર

પ્રભુ હે જીવન જયોત જગાવો
ટચુકડી આ આંગળીઓમાં ઝાઝુ જોર જમાવો
આ નાનકડા પગને વેડે (૨) ભમતા જગત બનાવો.
અમને રડવતાં શીખવાડો પ્રભુ હે જીવન જયોત જગાવો
વણ દિવે અંધારે જોવા આંખે તેજ ભરાવો
વણ જહાજે દરિયાને તરવા (૨) બળ બહુમાં આપો
અમને ઝળહળતાં શીખવાડો પ્રભુ હે જીવન જયોત જગાવો.
ઉગતાં અમ મનમાં ફૂલડાને રસથી સભર બનાવો
જીવનનાં રંગો પ્રગટાવા પીંછી તમારી ચલાવો.
અમને મધમધતાં શીખવાડો...પ્રભુ હે જીવન જયોત...
અમ જીવનની વાદળી નાની આભ વિષે જ ઉડાવો.
સ્નેહ ભર્યા જલ તેજ શકિતના ભરચક ધાર ઝરાવો.
અમને સ્થળ સ્થળમાં વરસાવો... પ્રભુ હે જીવન જયોત....

શુક્રવાર

લાઝીમ હે એહલે દિનકો મોહબ્બત નમાઝ કી.......(૨)
ઉબકા મેં કામ આયેગી દૌલત નમાઝ કી
કુરઆન મેં લીખી હે ફઝીલત નમાઝ કી..............(૨)
ઈમા કી હૈ દલીલ મોહબ્બત નમાઝ કી
ઉબકા મેં કામ આયેગી દૌલત નમાઝ કી.............(૨)
એય હાજરીન તાલીબો ખેરો સવાલ આજ............(૨)
આઓ તુમ્હેં સુનાએ ફઝીલત નમાઝ કી...............(૨)
ઉબકા મેં કામ આયેગી દૌલત નમાઝ કી
બાદે ફના અઘેરી લહદકો મીસાલે શમ્અ
રોશન કરેગી ચાંદસી સુરત નમાઝ કી
ઉબકા મેં કામ આયેગી દૌલત નમાઝ કી
અલ્લાહ ઈસકા અજર તજમ્મુલ અતા કરે
લિખિ હે આપને ખુબ ફઝીલત નમાઝ કી
ઉબકા મેં કામ આયેગી દૌલત નમાઝ કી

શનિવાર

થાકે ના થાકે છતાંયે હો માનવી ના લેજે વિસામો,
નેઝુઝજે એકલ બાંહે હો માનવી ના લેજે વિસામો 
થાકે ના થાકે
તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણા,
તારે ઉદ્રારવાના જીવન દયામણા,
હિંમત ન હારજે તું કયાંયે હો માનવી ના લેજે વિસામો,
થાકે ના થાકે.....
જીવનને પંથ જતાં તાપ થાક લાગશે,
વધતી વિટંબણા સહતા તું થાકશે,
સહતાં એ સંકટ બધાયે હો માનવી ના લેજે વિસામો,
થાકે ના થાકે.....
જાજે વટાવી તુજ આફતોનો ટેકરો,
આધે આધે હશે વણ ખેડયા ખેતરો,
ખંતે એ ખેડજે બધાયે હો માનવી ના લેજે વિસામો,
થાકે ના થાકે.....
ઝાંખા જગતમાં એકલો પ્રકાશજે,
આવે અંધાર એને એકલો વિદારજે,
છોને આ આયખું હણાયે માનવી, ના લેજે વિસામો,
થાકે ના થાકે.....   
     
મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | પત્રકો | અમારો સંપર્ક |

© www.mnpdahod.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.